અગ્નિસંસ્કાર - 65

(11)
  • 1.2k
  • 1
  • 634

નાયરા થોડીક શાંત થઈ અને એમણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. " આ વાત છે દસેક વર્ષ પહેલાંની જ્યારે હું મારા મમ્મી પપ્પા સાથે ખૂબ ખુશ હતી...પરંતુ એક દિવસ મારા પપ્પાને ખૂનના જુઠ્ઠા આરોપમાં પોલીસ આવીને પકડીને લઈને ગઈ. મેં જોયું તો પપ્પા એક શબ્દ પણ વિરોધમાં ન બોલ્યા. જ્યારે મેં મારા મમ્મીને પૂછ્યું તો તેમણે કહ્યું કે મારા પપ્પા જે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીના બોસે એની જ કંપનીના એક મેનેજરનું ખૂન કર્યું હતું અને આ ખૂનનો આરોપ મારા પપ્પા પર ઢોળી નાખવામાં આવ્યો હતો. મારા પપ્પાએ જ્યારે વિરોધ કર્યો તો બોસે ધમકી આપીને મોં બંધ કરી દીધું