અગ્નિસંસ્કાર - 63

(12)
  • 1.8k
  • 2
  • 1.3k

અચાનક પ્રિશા ઊભી થતી બોલી. " એક મિનિટ હું હમણાં આવી." " અરે ક્યાં જા છો?" થોડીવારમાં પ્રિશા ગિફ્ટ લઈને આવી અને અંશના હાથમાં આપતા કહ્યું. " આ તારું બર્થ ડે ગિફ્ટ..." અંશે ગિફ્ટ ઓપન કર્યું તો એમાં મોંઘીદાટ વોચ નીકળી. " આ વોચ તો ઘણી મોંઘી હશે..." " અરે બુધ્ધુ, કોઈ ગિફ્ટ આપે તો એની કિંમત ન જોવાની હોય, એની પાછળ એમાં રહેલી લાગણી જોવાની હોય..." " તારી પાસે દરેક સવાલનો જવાબ તૈયાર જ હોય છે નહિ..." " એક મિનિટ હજુ મારી પાસે તારી માટે કંઇક છે..." " હવે શું બાકી રહી ગયું દેવાનું?" પ્રિશા એ ફ્રેન્ડશીપ બેન્ડ કાઢ્યું