અગ્નિસંસ્કાર - 62

(13)
  • 2.1k
  • 2
  • 1.4k

પ્રિશા અંશને બીજા રૂમમાં લઈ ગઈ અને અંશના આંખો પરથી પટ્ટી હટાવી દીધી. ધીરે કરીને જ્યારે અંશે આંખો ખોલી તો આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ! " પ્રિશા આ બઘું શું છે??" અંશની સામે રંગબેરંગી કલરના બલૂનો દીવાલ પર ચોંટેલા હતા અને એની ઉપર મોટા અક્ષરે હેપી બર્થડેનું સ્ટીકર લગાવેલું હતું. જ્યારે રૂમની વચ્ચો વચ્ચ એક ટેબલ પર મોટી કેક પણ રાખવામાં આવી હતી. " વિશિંગ યુ અ વેરી હેપી બર્થ ડે અંશ!.." પ્રિશા એ કહ્યું. પ્રિશાના બર્થ ડે વિશ કર્યા બાદ લક્ષ્મી બેને અને રસીલા બેને પણ બર્થ ડે વિશ કર્યું. અંશ આ દ્ર્શ્ય જોઈને ખરેખર ભાવુક થઈ ગયો.