અગ્નિસંસ્કાર - 59

(12)
  • 2.1k
  • 1
  • 1.4k

સામેથી કોઈ અવાજ ન આવતા પોલીસ ઓફિસરો દુકાનની અંદર પ્રવેશ્યા. અંશ જે ટેબલ પર બેસ્યો હતો ત્યાં પહોચીને જોયું તો અડધી ખાધેલી આઈસ્ક્રીમની ડીશ પડેલી હતી. " ક્યાં છે કસ્ટમર?" પોલીસ ઓફિસરે પૂછ્યું. " સાહેબ....ભગવાનની સોગંદ ખાઉં છું, એ અહીંયા જ બેસ્યો હતો?" " એ અહીયા બેસ્યો હતો તો એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો??" દુકાનનો માલિક આગળ વધ્યો અને કહ્યું. " સાહેબ મને લાગે છે એ પાછળના રસ્તેથી ભાગી ગયો હશે..." પોલીસ તુરંત દુકાનના પાછળના રસ્તે જોવા ગઈ. ત્યાં આ બાજુ અંશ વોશરૂમમાંથી બહાર આવ્યો અને ધીમા પગે દુકાનના મેન ગેટ તરફ આગળ વધવા લાગ્યો. પરંતુ અંશની કિસ્મત ફૂટેલી