નિતુ - પ્રકરણ 9

  • 2k
  • 1.4k

પ્રકરણ ૯ : પરિવાર નિતુ ઘરમાં પરિવારના આગમનથી બહુ જ ખુશ હતી. બંને બહેનોએ સાથે મળીને તમામ સામાન ગોઠવી દીધેલો અને સાંજ ઢળતા સુધીમાં તો ઘરને એવું બનાવી દીધું, જાણે તેઓ વર્ષોથી રહેતા હોય. નિતુના કહેલા એક એક શબ્દને કૃતિ માન્ય ગણતી. તે અલગ હતી પણ નાદાન નહિ કે વડીલોની વાતને માનવાથી જ ઈંન્કાર કરે. આમેય કૃતિ અને નિતુ વચ્ચેનો પ્રેમ પણ એટલો ગાઢ હતો કે જો કોઈને એકબીજાની વાતનું ખોટું લાગે તો વધારે ધ્યાન ના આપે."કૃતિ! એ... કૃતિ." નિતુએ રસોડામાંથી તેને સાદ કર્યો.તે દોડતી આવી અને પૂછવા લાગી, "હા, શું થયું દીદી?""કામમાં ને કામમાં હું તો ભૂલી જ ગયેલી