સોનું ની મુસ્કાન - ભાગ 2

  • 2.2k
  • 1.4k

ભાગ ૨ સોનું સૂતી હતી હવે સૂતા સૂતા તેને ત્રણ કલાક ઉપર થવા આવ્યું હતું , રમેશ વારે વારે તેને ચેક કરવા જોતો તેને તાવ ઉતર્યો કે નહિ ,બહુ ફરક નહતો પડયો મેના અને રમેશ નીચે બેઠા હતા અને સોનું ઉપર ના રૂમ માં સૂતી હતી , ત્યાતો રૂપા અને મીના આવ્યા તેઓ સોનું ની બહેનપણી હતી . તેઓ રોજ સાંજે રમવા જતા હતા ગામ માં , આંટી આંટી સોનું રમવા હજી નથી આવી એટલે અમે બોલાવવા આવ્યા છે, તેને મોકલો ને.મેના એ કહ્યું , બેટા તેને તાવ આવ્યો છે એટલે તે સૂતી છે તેને તાવ ઉતરશે તો આવશે હો