નીકળ્યા પછી શામજી મુંબઈ જવું કે પછી બીજે ક્યાંય જવું તેની દીર્ધામાં પડ્યો હતો. એક વિચાર તો તેને પોતે મુંબઈ જઈને રાધા માટે મનમાં વિચારેલી યોજના અમલમાં મુકવાનો આવ્યો .પરંતુ રાધાના ભોળા ને નિર્દોષ ચહેરાને તેનો જોતાં જ તેનો વિચાર ફરી ગયો. તે વિચારવા લાગ્યો પોતે મરવાની ઘડીયો ગણતો હતો .એવા કપરા સમયે પોતાને ,માતાની મમતા, પત્ની નો પ્રેમ ,અને બહેનનું હેત ત્રણે એક સાથે આપનાર આવી અપ્સરા જેવી રૂપાળી સ્ત્રીને તરછોડીને પોતે કયા ભવ સુખી થશે ?' ને એને મુંબઈ જઈને વેચવાની માત્ર મનમાં યોજના જ બનાવી હતી, એમાં ભગવાને તેને એની આટલી મોટી સજા આપી. તો ખરેખર પોતે