શોધ પ્રતિશોધ.. - ભાગ 2

  • 2.4k
  • 1.3k

શોધ-પ્રતિશોધ ભાગ 2આમ તો દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બે જ મુખ્ય જંક્શન લે પણ વચ્ચે કોઈ ક્રોસિંગ હોવાથી ટ્રેન ઊભી હતી. લોપાએ અત્યાર સુધીનો સમય વિચાર તંદ્રામાં કાઢી નાખ્યો. હવે એને પાણીની તરસ લાગી. ભૂખ તો જ્યારથી અચલા કોમામાં સરી ત્યારથી એની સ્થિત પરિસ્થિતિ નીચે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. બસ બે ટાઇમ કશુંક ખાઈ લેતી. સ્વાદની તમા વગર જ."મમ્મા, આજ બટાટાપૌંઆ હોને...પ્લીઝ મારી ડાહી મોમ...""તને જાતે પણ આવડે છે ને દીકુ..પછી કાલ સવારે સાસરે જઈશ તો કોણ બનાવીને ખવડાવશે?""ઓહ...મમ્મી ડાર્લિંગ...સો સિમ્પલ...હું તને મૂકીને ક્યાંય જઈશ જ નહીં..!""એવું થતું હોત કે એવું મેં વિચાર્યુ હોત તો તું મારી