સ્વપ્ન

  • 1.5k
  • 526

અનિરુદ્ધ ઓફિસથી પાછો ફરી રહ્યો હતો. ચેહરા પર આખા દિવસના કામના કારણે થાક વરતાતો હતો.આજે કુદરત જાણે એનો દિવસ બગાડવા બેઠી હતી. સવારે ઘરેથી નીકળતા ઘરમાં કંકાશ સાંભળ્યો. ચા-નાસ્તો કરી ઉતાવળમાં નીકળતા ટિફિન લેવાનું ભૂલી ગયો. થોડે દુર જઈ યાદ આવતાં પાછો ટિફિન લેવા આવ્યો.આ દોડાદોડીમાં ઓફિસ પહોંચતાં મોડું થતાં બોસની ખરીખોટી સાંભળવી પડી. હવે જ્યારે છૂટીને પાર્કિંગમાં પહોંચ્યો તો બાઈકના ટાયરની હવા કોઈએ કાઢી નાખી હતી. પરંતુ અનિરુદ્ધ જાણે કંઈ જ ન થયું હોય એમ વોચમેનની કેબીનમાંથી હવા મારવાનો પંપ લાવી હવા મારી અને પંપ મૂકી આવ્યો. ત્યાંથી નીકળી તે શાકભાજી માર્કેટ તરફ વળ્યો. શાકભાજી માર્કેટમાં એક શાકભાજીવાળા પાસે