એક હતી કાનન... - 4

  • 1.5k
  • 864

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 4)કાનન ને દાદીબાની કેટલીક વાતો પણ યાદ આવી. “ધૈર્યકાન્ત નામ ભલે તારા પપ્પાનું પણ ધૈર્યશીલ સ્વભાવ તો તારાં મમ્મી સરૂબેનનો. આત્મવિશ્વાસ,ધીરજ અને શાંત સ્વભાવનો ત્રિવેણી સંગમ એટલે તારાં મમ્મી. મમ્મીના શાંત સ્વભાવથી ક્યારેક હું અકળાઇ પણ જતી.” “મને એક માત્ર આશા હતી કે સારી વહુ મળે તો મારા દીકરાનો સ્વભાવ સુધરે અને એટલે જ તારા પપ્પાના લગ્નનો મામલો જીદ કરીને મેં મારી પાસે રાખ્યો હતો. મને પહેલી નજરે જ સરૂ આદર્શ પુત્રવધુના રુપમાં વસી ગઇ હતી. સરૂનો શાંત સ્વભાવ અને નોકરી કરતી હોવાથી આર્થિક રીતે પગભર પણ ખરી. મને તારી મમ્મીમાં મારા