છપ્પર પગી - 79

  • 2k
  • 2
  • 1k

છપ્પર પગી -૭૯ ———————————ભોજન પછી લોકો આરામ કરશે તો સંખ્યા ઓછી થઈ ગઈ હશે એવું ધાર્યું હતુ, પરંતુ થયું ઉલ્ટુ.. એક બે કલાકમાં તો સ્વામીજીની વાતો ગામમાં પ્રસરી ગઈ. જે લોકો સવારે ન હતા એ પણ આ વાતો સાંભળી સ્વામીજીને સાંભળવા અત્યારે આવી ગયા હતા.ફરી બધા મંચસ્થ થયા એટલે સ્વામીજીએ પોતાની વાત આગળ વધારતા બોલ્યા, ‘આજે આપણે મૂળ વાત તો શિક્ષણ અંગે કરવાની હતી.. સમાજમાં દારૂ, માંસાહાર જેવી બદીઓ એટલી બધી ઘર કરી ગઈ છે કે એ પ્રશ્નોને નજર અંદાજ કરી ન શકાય. મારી દ્રષ્ટિએ સમાજની મોટાભાગની સમસ્યાઓ યોગ્ય શિક્ષણથી ઉકેલી શકાય અને સમાજ કે રાષ્ટ્રમાં આવતી સમસ્યાઓને શિક્ષણનાં માધ્યમથી