અગ્નિસંસ્કાર - 54

  • 2.4k
  • 1
  • 1.5k

આલીશાન બંગલામાં પણ અંશને એકલું ફીલ થઈ રહ્યું હતું. ઘરની બહાર જવું એના માટે સુરક્ષિત ન હતું. તેથી થોડાક દિવસો બાદ અંશે પ્રિશાને બોલાવીને કહ્યું. " પ્રિશા, હજી કેટલા દિવસ મારે રાહ જોવી પડશે? તું જલ્દી તારું કામ બોલ એટલે હું એ પતાવીને અહીંયાથી ચાલતો બનું...અને મારે કેશવને પણ હજુ શોધવાનો છે..ખબર નહિ એ બિચારો કઈ હાલતમાં હશે..." " અંશ, પ્લાનમાં થોડોક ચેન્જ કરવો પડ્યો છે..." પ્રિશા એ ઉદાસ ચહેરે કહ્યું." ચેન્જ! કેવો ચેન્જ?" " અંશ હું તને હાલમાં તો તને એ કામ વિશે નહિ જણાવી શકું પણ એટલું જરૂર કહીશ કે એ કામ બે વર્ષ પછી થઈ શકશે?" "