અગ્નિસંસ્કાર - 52

  • 2.2k
  • 2
  • 1.5k

વિજયના ઘરે બધા રાતના સમયે ભેગા થયા. બધાના ચહેરા પર ઉદાસી ફરી વળી હતી. આ જોઈને વિજયે કહ્યું. " કમ ઓન ગાયઝ, આપણે ટેમ્પરરી માટે સસ્પેન્ડ થયા છે! અને મને પૂરો વિશ્વાસ છે કે કમિશનર સાહેબ વહેલી તકે આપણને આ કેસ જરૂર ફરીથી સોંપશે.." " પણ ત્યાં સુધીમાં તો પ્રિશા અને અંશ સાથે મળીને કોઈ નવા ક્રાઇમને અંજામ પણ આપી દેશે એનું શું?" સંજીવે કહ્યું." હા સર, મારું મન કહે છે કે આ પ્રિશાના મનમાં જરૂર કોઈ પ્લાન ચાલી રહ્યો હશે એ પોતાના સ્વાર્થ ખાતર જ અંશને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ છે.. એ બન્ને મળીને કોઈ ક્રાઇમને અંજામ આપે