ઉડાન... એક સકારાત્મક વિચારોની - 19

  • 1.6k
  • 420

જાદુઈ ખજાનો " કીર્તન..! મને ડર લાગે છે..! અહીં કેટલું અવાવરું છે..! ચાલ ને, પાછા જઈએ." વર્ષો જુના અવાવર ઘરમાં પ્રવેશતી રૂપાલીએ ડરતાં ડરતાં કહ્યું. રૂમ ખોલતાંની સાથે જ ફડફડ કરતું કબૂતર ઉડીને રૂમની બહાર ગયું. કબૂતરના અવાજથી તો રૂપાલી સખત રીતે ડરી જ ગઈ. " અરે ડરવા જેવું કંઈ નથી. ઘણા સમયથી આ રૂમ ખોલ્યો નથી, આથી આ રૂમ અવાવરો લાગે છે. ચાલો અંદર જઈએ." કીર્તન અને મિલન બન્ને ભાઈઓ અવાવર રૂમમાં પ્રવેશ્યા. જ્યારે ડરેલી રૂપાલી દરવાજા પાસે જ ઉભી રહી ગઈ. " અરે રૂપાલી..! ત્યાં કેમ ઉભી છે..? આવ, અંદર..! ડરવા જેવું કંઈ નથી." મિલને તેની કઝિન બહેન