ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 4

  • 1.9k
  • 1
  • 1.1k

"એક રેવતી જ તો મારું જીવન હતી. એના માટે જ તો મેં મારી આખી ફેમિલી ને મરતાં જોઈ. એણે લીધે જ તો મારે હમણાં પણ આ મોતથી પણ બદતર જીવનને જીવવુ પડે છે ને! શું મારી પણ ઈચ્છાઓ નહિ હોય?! શું મારી પણ જરૂરિયાતો નહિ હોય?! શું મારે પણ કોઈની જરૂર નહિ પડતી હોય?! પણ રહું છું. આ મારા જીવનને જીવી રહ્યો છું. જીવવુ પડે છે. હું બિલકુલ નહિ ચાહતો કે હું આ જીવનને જીવું, ખરેખર જો રેવતી એ મને જીવવાનું ના કહ્યું હોત તો હું ક્યારનો મારું જીવન ટુંકાવી દેતો, પણ જીવવુ પડશે. મારી રેવતી માટે. અમારા પ્યાર માટે.