એનો અવાજ બહુ જ ગહેરો અને છોકરા જેવો હતો, પણ અંદર આત્મા દીપ્તિ ની હતી તો સૌને બહુ જ અજીબ પણ લાગતું હતું અને બહુ જ ડરવાનું પણ. મેં મારા એક સાથી તાંત્રિકને ઈશારો કર્યો અને એ સૌ સાથે મળી ને મંત્રોચાર કરવા લાગ્યાં. આત્માની શક્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને નરેશ ઢીલો ઢસ થઈને નીચે પડી ગયો. એણે થાક લાગતો હોય એમ એ સાવ નિસહાય અને બિચારો લાગતો હતો, પણ સૌ કોઈ એને બહુ જ ઘૃણાથી જોઈ રહ્યાં હતાં. એણે કામ જ એવું કર્યું હતું તો. પ્યાર જેવી વસ્તુ માં ક્યારેય પણ જબરદસ્તી થાય પણ ના, અને જેમને