નિતુ - પ્રકરણ 5

  • 2.9k
  • 2.2k

પ્રકરણ ૫ ; ટાઈમ્સ માર્કેટિંગ. નિતુ અને અનુરાધા બંને વિદ્યાની વાતને વાગોળતા કેન્ટીનના ટેબલ પર જઈને બેસી ગઈ અને કોફી પિતા પિતા વાતો કરવા લાગી. "નિતુ મને તો કશું ના સમજાયું, કે આ મેડમ શું બોલીને ગયા? નક્કી તે ફરીથી કોઈ નવા જૂની કરવાની તૈય્યારી કરી રહ્યા છે." નિતુ બોલી, "છોડને, એ તો કાયમ રહેવાનું. રોજે રોજ શું એકની એક ઉપાદી કરવાની!" અનુરાધાએ મોઢેથી કોફીનો કપ એક બાજુ કરતા પૂછ્યું, "નિતુ!" "હમ?" "તે હમણાં કહ્યું કે તારી ફેમિલી આવે છે?" "હા, બસ બે દિવસમાં તેઓ અહીં આવી જશે." "કોણ કોણ છે તારી ફેમિલીમાં?" "અમારી મમ્મી, નાની બહેન કૃતિ અને અમારામાં