સાવ લીલું સલાલા

  • 1.8k
  • 700

સાવ લીલું સલાલા સલાલા શહેર ઓમાનનું દક્ષિણ છોર પરનું, લગભગ ગોવાની સામેનું કહી શકાય એવી રીતે વસેલું ગ્રીન સીટી ઓફ ઓમાન કહી શકો. ઓમાનની રાજધાની મસ્કતથી આશરે 1100 કી.મી. દક્ષિણે સમુદ્ર તટ પર છે. મસ્કતથી રાત્રે બસો ઉપડે છે અને આશરે 11 કલાક લે છે. રસ્તો ખીણો, ઘાટ અને કાંઠા નજીકથી પસાર થાય છે. સ્પીડ લિમિટ 120 કી.મી./કલાક સુધી હોવા છતાં લોકો 140, ક્યારેક 170 ઉપર જાય છે એને અકસ્માતો જીવલેણ થાય છે. સરકારી સૂત્રો પણ ફ્લાઇટની સલાહ આપે છે.અમે સલામ એર ફ્લાઇટથી ઈદની રજાઓ દરમ્યાન મસ્કતથી સલાલા ગયાં. બપોરે દોઢ ની ફ્લાઇટ સાડાત્રણે પહોંચે જે 20 મિનિટ મોડી હતી.