સાટા - પેટા - 11

  • 1.7k
  • 876

અને શામજી કંઈ પણ બોલ્યા વિના ધૂળિયા રસ્તે ઝડપથી પંથ કાપી રહ્યાં હતાં .શામજીની પગની મોજડીનો ચડાક ...ચડાક...અવાજ તમરાના ટરૂ...રૂ...અવાજ સાથે ભળવાની કોશિશ કરતો હતો .જ્યારે રાધા તો ઘેરથી અડવાણા પગે જ આવી હતી. ગામ ખાસ્સું એક ગાઉ જેટલું પાછળ રહી ગયું હતું.શોપો પડવાની તૈયારી હોવાથી કોઈ વટે માર્ગો પણ સામે બળવાની બીક ઓછી હતી. રાધા એ ઓઢણીને કસકસાવીને કમરે બાંધી દીધી હતી. પાસેની નાની પોટલી પણ તેમાં બાંધી લીધી હતી. તે અડધી ચાલતાં તો અડધી દોડતાં પણ શામજી થી બે ડગલાં આગળ જ ચાલતી હતી .તેની અત્યારની સ્ફૂર્તિ કોઈ પુરુષને પણ શરમાવે તેવી હતી .અને બંને કોઈ ચર્ચા વગર