એક હતી કાનન... - 1

  • 3.9k
  • 2k

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 1)પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી.અવળી ફરી.“હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે.મારી શરૂ થાય છે.”શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરીયા નાં મોજાં વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જ જોયું હતું. તેઓ માટે ઓટ ની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિ નો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો.આવા આ તાંડવ નૃત્ય નાં સાક્ષી બનેલા પોતાના પરિવારને