કમલી - ભાગ 6

  • 646
  • 304

ચાલી રહ્યો હતી. લતાના લગ્નને હવે ચાર દિવસ જ બાકી હતા...ઘરે મંડપ બાંધ્યો હતો. ઢોલ અને શહનાઈ વાળા આવી ગયા હતા.. આજથી હવે લગ્નની રસમો ચાલુ થઈ ગઈ હતી.. બહાર કુટુંબની સ્ત્રીઓ મગ અને અડદની દાળની વડીઓ તાપમાં મૂકી રહી હતી.. તો બીજી બાજુ લતાનો સમાન મોટી મોટી પતરાની પેટીમાં મુકાઈ રહ્યો હતો... બીજી ગામની સ્ત્રીઓ લતાના હાથમાં મહેંદી મુકવા માટે તેના પાનને મોટા પથરા પર લસોટી રહી હતી... લતાની સહેલીઓ પાનનો રસ કાઢી લાકડાની સળીથી પોતાની કારીગરી તેના હાથ પર અજમાવી રહી હતી... નાની નાની બાળાઓ પોતાના હાથ મેંહદીથી રંગી રહી હતી તો મોટી જેમને સારું ગાતા આવડતું હતું