અગ્નિસંસ્કાર - 50

(11)
  • 2.3k
  • 1
  • 1.5k

" હવે બસ પ્રિશાની રાહ છે, જોઈએ એને અંશ વિશે શું માહિતી મળે છે?" વિજયે કહ્યું. પ્રિશા એ કોઈ પણ પ્રકારના સવાલ જવાબ કર્યા વિના સૌ પ્રથમ અંશના મમ્મીનો ખ્યાલ લીધો. અંશની યાદદાસ્ત જવાથી લક્ષ્મી પૂરી રીતે હિંમત હારી ગયા હતા. એમાં પણ ખૂનનો આરોપ પણ એના દીકરા માથે જ હતો. પ્રિશા એ લક્ષ્મી માટે જમવાનું બનાવ્યું અને સાથે મળીને ભોજન પણ ગ્રહણ કર્યું. જમવાનું પત્યા બાદ પ્રિશા એ આરામથી લક્ષ્મીને પૂછ્યું. " મા જી હું અહીંયા અંશ વિશે જાણવા આવી હતી?" " કેમ? મારા અંશ વિશે જાણીને તમે શું કરશો?" ગુસ્સામાં લક્ષ્મી એ કહ્યું. બહાનું આપતા પ્રિશા એ કહ્યું.