અગ્નિસંસ્કાર - 46

(11)
  • 2.3k
  • 1
  • 1.5k

કેશવની દોડવાની ઝડપ આર્યન કરતા વધારે હતી. બન્ને દોડતા દોડતા મેન રોડ તરફ પહોંચ્યા. થોડાક સમય બાદ આર્યનને કેશવ દેખાતો બંધ થઈ ગયો. તેથી તે રસ્તા વચ્ચે ઉભો આસપાસ નજર કરવા લાગ્યો. કેશવ વિજયની જીપ પાછળ છુપાયેલો હતો. ત્યાં જ એમની નજર જીપમાં પડેલી ચાવી પર ગઈ. ધીમે કરીને તે જીપની અંદર પ્રવેશ્યો અને જીપ ચાલુ કરી. જીપ ચાલુ થતાં જ આર્યનનું ધ્યાન એ તરફ ગયું. જોયું તો જીપમાં કેશવ હતો. કેશવ તુરંત જીપ આર્યન તરફ ચલાવવા લાવ્યો. અચાનક સામે આવતી જીપને જોઈને અનાયાસે એના હાથમાં રહેલી પિસ્તોલ જીપ તરફ ચાલી ગઈ. ગોળી સીધી જીપની આગળ રહેલા કાચ પર ટકરાઈ.