કવિ શ્રી પ્રેમાનંદ

  • 1.8k
  • 1
  • 540

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 31મહાનુભાવ:- કવિ શ્રી પ્રેમાનંદલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમધ્યકાલીન સાહિત્યને અનેક કવિઓએ પોતાના સર્જનથી સમૃદ્ધ કર્યું છે. દરેક કવિની પોતાની આગવી લાક્ષણીકતા અને સિદ્ધી હોય છે. નરસિંહ-મીરાં પદોમાં, અખો જ્ઞાનકવિતામાં, શામળ પદ્યવાર્તામાં, દયારામ ગરબીમાં પોતાની પ્રતિભાથી મધ્યકાળના મોટા કવિઓ ગણાય છે તેમ પ્રેમાનંદ સમર્થ આખ્યાનકાર તરીકે મોટા ગજાના કવિ ગણાય છે. જન્મ:- કવિ પ્રેમાનંદનાં જન્મ વિશેની કોઈ ચોક્ક્સ માહિતિ મળતી નથી. અર્વાચીન યુગના કવિઓની જેટલી વ્યવસ્થિત માહિતિ મળે છે, એટલી મધ્યકાલીન કવિઓની નથી. તેમને વિશે જે કઈ માહિતી મળે છે તે તેમની કૃતિને અંતે તેમણે કૃતિના રચનાકાળ અને પોતાને વિશે જે થોડી પરીચયાત્મક માહિતી આપેલી તેને આધારે ઉપલબ્ધ