પ્રેમાંકુરણ

  • 2.2k
  • 640

આપણે જ્યારે આ પૃથ્વીલોક પર આવ્યા ત્યારે રિટર્ન ટીકીટ બુક કરાવીને જ આવ્યા છીએ. આ ટિકિટ તો આપણા માટે કોઈએ સ્પોન્સર કરેલી છે.એટલે ન તો આપણે તે કેન્સલ કરાવી શકીશું કે ન સમય ફેરફાર કરી શકીશું. આ ફલાઇટમાં સિક્યોરિટી ચેક બહુજ કડક હોય છે. પાણીની બોટલ તો શું ? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા. આ પૃથ્વી પરથી અનિચ્છિત સમયે આપણને લઈ જનારી આ કાયમી ઉડાનમાં બહુજ ઓછી વસ્તુઓ પરમિટેડ હોય છે. વિન્ડો - સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક અપરિચિત દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહી હોય