ઉડાન... એક સકારાત્મક વિચારોની - 15

  • 878
  • 406

બેટી બચાવો.. અર્પિતા સ્કૂલેથી આવી સીધી તેની છ વર્ષની ઢીંગલી આર્યા સાથે રમવા લાગી. તે રોજ આર્યા માટે કંઇક ને કંઇક લાવતી. આર્યા મમ્મીની રાહ જોઇને જ બેઠી હોય. અર્પિતાને જોઈને તો તે ખુશ થઈ જતી. આમ રોજ અર્પિતા સ્કૂલેથી આવી અડધો કલાક તો રમતી જ હતી.આ તેનો રોજનો ક્રમ. "આરુને છ વરસ થઈ ગયા. હવે તો કંઈક વિચારો વહુ બેટા..! ભગવાન એક દીકરો આપી દે તો તેનું મોઢું જોઈ ઉપર જઉં.." અર્પિતા ને આરુ સાથે રમતી જોઈ ખાટલામાં માળા ફેરવતા વડસાસુ ( સાસુ ના સાસુ ) બોલ્યા. " બા..! મારી આરુ મારો દીકરો જ છે.. પછી બીજા દીકરાની શી