શું આપણે આઝાદ છીએ ? સ્વાતંત્ર્યદિનની સૌને હાર્દિક શુભકામનાઓ.. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયે આજ 75 વર્ષ થઈ ગયાં. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઠેરઠેર શાળાઓમાં, ઓફિસોમાં તથા સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરી આઝાદીનો જશ્ન મનાવવામાં આવે છે. આજના દિને સૌના દિલો દિમાગમાં દેશ પ્રત્યે જાણે પ્રેમ ઉભરાઈ જાય છે. આઝાદીના ગુણગાન ગાવામાં આવે છે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે હું શાળામાં ગઈ. ત્યાં સરસ મજાના દેશભક્તિના ગીતો વાગતાં હતા.આ ગીતો એટલા સરસ હતાં કે આવા ગીતો સાંભળતાં જ સૌમાં રાષ્ટ્રપ્રેમ ઉભરાઈ જાય.અમે ઘણા ઉત્સાહથી ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કર્યો. સૌએ ધ્વજને સલામી આપી. હું પણ તેમાં જોડાઈ હતી. મારી નજર લહેરાતા ધ્વજ પર હતી. મારો