અપહરણ - 1

  • 5.8k
  • 4
  • 2.9k

લગભગ છ વર્ષ પછી ‘માતૃભારતી’ પર પાછો ફરી રહ્યો છું. મારી પહેલી વાર્તા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ સાથે મેં ‘માતૃભારતી’થી જ લેખન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અહીંના વાચકોએ મને ખૂબ સારો આવકાર આપ્યો. ત્યાર બાદ ‘સ્પેક્ટર્નનો ખજાનો’ને અમોલ પ્રકાશન તરફથી પુસ્તકનું પણ સ્વરૂપ મળ્યું. એ પછી છ-છ વર્ષ સુધી વાર્તા ન લખી શકાઈ. સતત વાંચન પ્રવૃત્તિ જ ચાલી. પણ એક દિવસ દિમાગે ઢંઢોળ્યો. ‘સ્પેક્ટર્ન...’માં છોડેલા એક છેડાએ નવો પ્લોટ સુઝાડ્યો અને આ બીજો ભાગ રચાઈ ગયો. મારી ઈચ્છા ‘સ્પેક્ટર્ન...’ના પ્રથમ વાચકો સમક્ષ જ આ કથાને મૂકવાની હતી, એટલે હું લાંબા સમય બાદ હાજર થઈ ગયો છું. આ વખતે આપણે એન્ડીઝના પહાડોમાં જવાનું