દર્દી ના ખબરઅંતર કે બખડજંતર ?

  • 2.1k
  • 1
  • 762

દર્દી ના ખબરઅંતર કે બખડજંતર ? આપણે ત્યાં દર્દીના ખબરઅંતર પૂછવા જવાની જે ટેવ તેમજ લાગણી છે એ ખૂબ જ સારી બાબત છે, પણ ઘણી વખત આ લાગણીની જે અતિશયોક્તિ થઈ જાય છે ને તેના લીધે દર્દીનુ દર્દ વધવા લાગે છે ઘટવાના બદલે, તેમજ ઘણા દર્દીના સમાચાર પૂછવાના બહાને જાય છે ને એના આચાર બદલી નાખે છે. આવું જ કાઇંક સર્જાય છે આવા ટાણે, ને એક સાંજે મને મારા ગામમાં સમાચાર મળ્યા કે, મારો પ્રિય મિત્ર મગન બીમાર પડી ગયો છે. એટ્લે હું એના ખબરઅંતર પૂછવા દવાખાને ગયો ને મગન જનરલ હોસ્પિટલ ના દર્દીના રૂમમાં ખૂણાના ખાટલા પર એકદમ દુ;ખી