2090 વિશ્વની આબોહવા

  • 2.3k
  • 806

"પપ્પા, બહાર નથી જવાનું તમારે, અરે સમજો ડોક્ટરે ના પાડી છે, દિવસ હોય કે રાત હમણાં 15 દિવસ સુધી નથી નીકળવાનું બહાર" રોહિત બોલ્યો. 90 વર્ષીય સુધીર મિશ્રા , બપોરના 1.00 વાગે બહાર જવાની જિદ્દ કરતા હતાં, તેમનો દીકરો રોહિત તેમને બહાર જતા રોકી રહ્યો હતો, એવામાં રોહિતની માતા અને સુધીર મિશ્રાની પત્ની વંદના મિશ્રા ત્યાં આવી, તેમની ઉમર પણ 89 વર્ષ હતી. વંદના :"અરે તમે કેમ બહાર જવાની જિદ્દ કરો છો? કેમ નથી સમજતાં કે બહાર હિટ વેવ છે? , હજુ મહિના પહેલા જ હોસ્પિટલ માથી રજા આપી છે." રોહિતે સુધીરને સમજાવીને સોફા પર બેસાડયા. આ 2090 ના ભારતવર્ષનું