લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 22

  • 952
  • 684

પ્રારબ્ધએ અમદાવાદમાં જ ભાડે નાનું મકાન રાખ્યું. મિત્રની મદદથી થોડી ઘણી ઘરવખરી વસાવી.તેનો પહેલો પગાર થવામાં હજુ અઠવાડિયું બાકી હતું, પણ ત્યાં સુધી શું કરવું..? તેને યાદ આવ્યું. જોબ મળી ત્યારે બેંકમાં ખાતું ખોલાવેલું.ત્યાંથી ક્રેડિટ કાર્ડ પણ મળેલું. તેનો ઉપયોગ કરી અઠવાડિયું કાઢ્યું. પહેલા પગારમાં પ્રારબ્ધએ પ્રકૃતિને હનીમૂન લઈ જવાનું નક્કી કર્યું. તેણે તેના લગ્ન નો મહિનો પૂરો થતો હતો તે જ દિવસની સાપુતારાની હોટેલ બુક કરવી.તે પ્રકૃતિ ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પ્રકૃતિએ પણ પ્રારબ્ધ માટે એક ગિફ્ટ તૈયાર રાખી હતી. " હેલો પ્રકૃતિ.. આજે સાંજે તું રેડી રહેજે હું આવું પછી શોપિંગ માટે જવું છે.." " પ્રારબ્ધ..! હજુ