લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 16

  • 2.2k
  • 1.6k

પીછોલા તળાવ, જગમંદિર, સિટી પેલેસ મ્યુઝિયમને જોયાં, તેનો ઈતિહાસ જાણ્યો અને તેના અદ્દભુત અને ભવ્ય શિલ્પકલા જોતાં જોતા આખો દિવસ પસાર થઇ ગયો. બીજા દિવસે ચિત્તોડ ગઢ, ઢેબર સરોવર, હલદી ઘાટી અને મહારાણા પ્રતાપના મ્યુઝિયમને જોયા તથા તેના ઇતિહાસને જાણ્યો. ત્રીજા દિવસે ઉદયપુરના બજારોમાં બધા ફર્યા અને શોપીંગ કરી. આ ત્રણ દિવસ દરમિયાન પ્રારબ્ધએ પ્રકૃતિનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની નાની વાતોની તે કાળજી લેતો. પ્રકૃતિને પણ પ્રારબ્ધ સાથે રહી તેની આદત પડી ગઈ હતી. બંનેની દોસ્તી તો ગજબની હતી જ. ત્રણ દિવસ સાથે રહી બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. તેઓની દોસ્તી હવે એક કદમ આગળ વધી ગઈ હતી. પણ