લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 15

  • 2.3k
  • 1.7k

પ્રકૃતિ રીસેપ્શનમાં જઈ રજીસ્ટરમાં જોવે છે. પણ નવાઇની વાત તો એ હતી કે પ્રારબ્ધ નામના વ્યક્તિનું કોઈ જ નામ ન હતું. તેને તારીખ સમય બધું જ ફરી ચેક કર્યું. હા એજ તારીખ હતી..પરંતુ ક્યાંય પ્રારબ્ધ નામ ન હતું. તેને બે ત્રણ વખત રજીસ્ટરના પાના ફેરવ્યા. તેને વિશ્વાસ થતો ન હતો. તેણે તે તારીખના પાનાંનો ફોટો પોતાના મોબાઇલમાં લઇ લિધો. તેને તરત સૌરભ પાસે જઈ પૂછયું, " હું જે વ્યક્તિને લઇ ને આવી હતી તે વ્યક્તિએ રજિસ્ટમાં પોતાની વિગતો ભરી હતી..?" " હા, કેમ કે રજિસ્ટરમાં નોંધ કરવી ફરજીયાત છે. કેમ કે તેના આધારે જ બિલ બને છે અને બિલ પે