લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 14

  • 2.2k
  • 1.7k

રવિવારે ત્રણેયને રિસોર્ટમાં ખૂબ મસ્તી કરી. ખૂબ એન્જોય કર્યું. ઘણા ફોટા પડ્યા. અભિષેક અને ક્ષિપ્રા ને ખુશ જોઈ પ્રકૃતિ પણ મનમાં મલકાતી.આખરે અભિષેકે જે પ્લાન કરેલું તે મુજબ જ દિવસ પસાર થયો. થાક્યા પાક્યા રાતે ઘરે આવી ત્રણેય સુઈ ગયા. સોમવારની સવારે રોજીંદા કાર્ય પ્રમાણે પ્રકૃતિ એ પોતાના કામ પતાવ્યા. શનિવાર નું કામ તેને આજ કરવાનું હતું.પ્રારબ્ધ વિશે જાણવા તેને સૌરભની હોસ્પિટલમાં જવાનું હતું. ઘરથી થોડી વહેલા નીકળી ગઈ. આજ તો પ્રારબ્ધ વિશે કંઈક તો જાણવા મળશે જ તે વિચારથી ખુશ થતી પોતાના એકટીવા પર જતી હતી. સવારના ઠંડા પવનને તે મહેસુસ કરતા કરતા પોતાના ભૂતકાળમાં માં ખોવાઈ ગઈ. *