" ઠીક છે બેટા..! હવે સુઈ જાઓ સવારે ક્ષિપ્રાને સ્કૂલ માટે તૈયાર કરવા તમારે વહેલા ઉઠવાનું છે." "હા બાપુજી..! આ દવા પણ અહીં જ મુકું છું. ફરી ઉધરસ આવે તો લઈ લેજો." પ્રકૃતિ તેના રૂમમાં જઈ સુઈ ગઈ. પણ બાપુજીને હજુ એવું થતું હતું કે પ્રકૃતિ કોઈ ટેન્શનમાં છે. પણ તે જણાવતી નથી. પ્રકૃતિ પોતાના રોજીંદા ક્રમ પ્રમાણે કામ કરે જતી હતી પરંતુ તેના દિલો દિમાગને હજુ પ્રારબ્ધની ચિંતા સતાવતી હતી.એવું તે શું કરે જેથી તે પ્રારબ્ધ સુધી પહોંચી શકે..? સમય વિતતો જતો હતો. મગજ વિચારે ચડી જતું હતું. પણ પ્રારબ્ધ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જડતો ન હતો. અચાનક તેને