લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 8

  • 2.4k
  • 1.8k

રીમઝીમ રીમઝીમ વરસાદ વરસતો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ને એમાં પણ પ્રકૃતિના નાટક..! પ્રકૃતિને આમ રોડ પર પલાંઠી વાળી બેઠેલી જોઈ પ્રારબ્ધને વધુ હસવું આવ્યું. “ શું થયું પ્રારબ્ધ..! કેમ હસવું આવે છે..? ” એમ કહી પ્રકૃતિએ પ્રારબ્ધનો હાથ પકડી તેને બાજુમાં બેસાડી દીધો. “એક વાત કહું પ્રારબ્ધ..! આ વરસાદી મૌસમ મને બહુ જ ગમે છે. મન થાય બસ પલડ્યા જ કરુ..! કેટલી સુંદર ઋતુ છે નહીં..? ને તેને માણવાનો અહેસાસ તો કંઈક ઓર જ છે.” મોઢા પર આવેલા ભીના વાળ ઉપર તરફ કરતા કરતા પ્રકૃતિએ પ્રારબ્ધને કહ્યું. “હું ક્યારેય આવી રીતે રસ્તા પર ચાલુ વરસાદે પલાઠી વાળીને બેઠો નથી.