લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 4

  • 2.8k
  • 1
  • 2k

પ્રકૃતિ ઘરે પહોંચી ત્યારે ક્ષિપ્રા સુઈ ગઈ હતી. પ્રકૃતિ ક્ષિપ્રાની પાસે જઈને બેઠી. તેના માથે હાથ ફેરવી તેને ચૂમી લીધી. એક માની મમતા પ્રકૃતિના ચહેરા પર વરતાતી હતી. “ શું થયું મારા દીકરાને...? ” એમ કહી ક્ષિપ્રાનો હાથ લઈને ચુમી લીધો. પછી પ્રકૃતિએ તરત અભિષેકની ફોન લગાવ્યો. " હેલો.. અભિષેક..!! ક્ષિપ્રાની તબિયત સારી નથી. તમે ઘરે આવો છો, કે હું જ તેને હોસ્પિટલ લઇ જાઉ..?" "કેમ શું થયું અચાનક ક્ષિપ્રા ને..?" ચિંતિત સ્વરે અભિષેકે કહ્યું. " સ્કૂલમાં એને ચક્કર આવતા પડી ગઈ હતી. અત્યારે પણ ઠીક નથી લાગતું તો સૂઈ ગઈ છે." પ્રકૃતિ એ કહ્યું. " એક કામ કર તું