લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 3

  • 3k
  • 2
  • 2.3k

પ્રકૃતિએ સૌરભની હોસ્પિટલ આગળ પોતાની ગાડી ઊભી રાખી. સૌરભના કહેવાથી બે વ્યક્તિઓ પહેલાંથી જ સ્ટ્રેચર લઈ ઊભાં હતા. તે બે વ્યક્તિઓ એ ગાડીમાંથી ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવાળ્યો. ઘાયલ વ્યક્તિ પ્રકૃતિને જ જોઈ રહ્યો હતો. સાવ બોલી ન શકે તેવી હાલત માં પણ તે ન હતો. છતાં તે મૌન રહ્યો. પ્રકૃતિ અને તે કાકા સૌરભ સાથે વાત કરતા કરતા હોસ્પિટલના જનરલ વૉર્ડમાં ગયા, જ્યાં ઘાયલ વ્યક્તિને સુવાળ્યો હતો. કાકા પ્રકૃતિ અને સૌરભને કહેતા હતા કે , " એક ગલુડિયાને બચાવવા જતા આ ભાઈ માણસનું બાઇક સ્લીપ ખાઈ ગયું ને અકસ્માત થયો.""ચિંતા કરવા જેવું નથી, પણ છોલાયું હોવાથી વધુ લોહી વહે છે."