મારી શાળા

  • 1.8k
  • 1
  • 732

' ઝટપટ પરવારો તો સારું. મારે સાત વાગે તો શાળાએ પહોંચી જ જવું પડશે. સાંસ્કૃતિક કર્યક્રમની તમામ જવાબદારી મોટા બહેને મારા માથેનાંખી દીધી છે.' - માથાને જરીક ઝટકો આપીને માનસીએ કાળો - ચળકતો ચોટલો આગળની તરફ લાવીને ઝૂલાવ્યો. પાણિયારા આગળ ભીના રૂમાલમાં લપેટીને મુકેલો ગજરો હાથમાં લીધો દર્પણમાં જોઈને ગજરો ચોટલામાં નાખ્યો. દર્પણમાં જોતાં- જોતાં જ તેણે પથારીમાં આળોટતાં માનવને લાડથી કહ્યું. " પ્લીઝ, આજનો દિવસ જરા સાચવી લેવો પડશે? તમે જલ્દી ચા-પાણીથી પરવારો તો હું ચાનાં વાસણ સાફ કરીને શાળાએ સમયસર જવા નીકળું. તમને આ કેવી કૂટેવ પડી છે? બ્રશ કર્યા પછી તરત ગરમાગરમ ચાની ચૂસ્કી લેવાને બદલે પથારીમાં