૧૧. પ્રાઇવેટ ડિટેક્ટીવ નાગપાલ ક્રોધથી તમતમતા ચહેરે વિશાળગઢની સેન્ટ્રલ જેલમાં રઘુ સામે ઊભો હતો. નાગપાલના મારથી રઘુનો ચહેરો લોહી લુહાણ હતો. એના દેહ પર મોજુદ જેલની વર્દી ફાટીને તાર તાર થઈ ગઈ હતી. એના મોંમાંથી અવાજને બદલે પીડાભર્યો ચિત્કાર નીકળતા હતા. 'બોલ નાલાયક..' નાગપાલ જોરથી તાડૂક્યો. 'મારી સામે ખોટું બોલવાની તારી હિંમત જ કેમ ચાલી?' વાત પૂરી કરીને એણે તેના પેટમાં મુક્કો ઝીંકી દીધો. 'મ..મને ન મારો સાહેબ..' રઘુ પીડાથી બેવડો વળી જતાં બોલ્યો. 'હું હું...' 'મિસ્ટર નાગપાલ..' અત્યાર સુધી ચૂપ ઉભેલા ડેપ્યુટી જેલરે નારાજગી ભર્યા અવાજે કહ્યું. 'બસ, ઘણું થઈ ગયું. આ પોલીસ હેડ ક્વાર્ટરનો ટોર્ચર રૂમ નહીં, પણ