બદલો - ભાગ 10

(21)
  • 2.3k
  • 1
  • 1.5k

૧૦. ફેસમાસ્ક સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. 'હલ્લો.. મેજર નાગપાલ સ્પીકિંગ..' નાગપાલે રીસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું. 'નાગપાલ સાહેબ, હું અમરજી બોલું છું.' સામે છેડેથી અમરજીનો પ્રસન્ન અવાજ તેને સંભળાયો. 'બોલ..' કહેતા કહેતા નાગપાલનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો. એની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. 'ચોકલેટી કલરની એમ્બેસેડરનો કંઈ પત્તો લાગ્યો?' 'હા, આ કાર અજય નામના એક યુવાનની છે. અજયને ભૈરવ ચોકમાં કાપડનો શોરૂમ છે. અજયના કહેવા મુજબ એની એમ્બેસેડર કાર છેલ્લા બે દિવસથી તેની રેખા નામની એક ગર્લફ્રેન્ડ પાસે છે. રેખાનું સરનામું મેળવીને હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એના ફ્લેટ પર તાળું મારેલું હતું. પાડોશીઓને પૂછપરછ કરતા મને જાણવા