બદલો - ભાગ 9

(26)
  • 2.7k
  • 2
  • 1.7k

૯. અજુગતું આશ્ચર્ય સવારનો સમય હતો. કાલિદાસ લોનમાં બેસીને મીઠા તડકાનો આનંદ માણતો હતો. 'ડેડી ડેડી..' અચાનક એક ઊંચો અવાજ સાંભળીને તે ચમકી ગયો. એણે અવાજની દિશામાં નજર કરી. એણે જોયું તો રાકેશ હાંફતો હાંફતો તેની તરફ જ દોડી આવતો હતો. નજીક આવીને રાકેશ ઉભો રહ્યો. અને હાંફતા અવાજે બોલ્યો. 'ડેડી..એ..' એનો થોથવાટ જોઈને કાલિદાસે ધુંધવાઈને ચીસ જેવા અવાજે કહ્યું, 'હવે ડાચામાંથી કંઈક ફાટ તો ખરા!' રઘુના ક્વાર્ટરમાં તને એનું ભૂત તો નથી દેખાયું ને?' 'એ.. એ..' રાકેશે નકારમાં માથું હલાવતા ફરીથી એ જ એ.. એ..નો કક્કો ઘૂંટ્યો. 'ચુપ નાલાયક..' કાલિદાસ ઉભો થઈને તેનો કાઠલો પકડતા કઠોર અવાજે બોલ્યો. 'જો