બદલો - ભાગ 5

(22)
  • 3.1k
  • 1
  • 2.2k

૫. બ્લેકમેઇલર.. એનું નામ દયાશંકર હતું. પરંતુ તેનામાં નામ પ્રમાણેનો એકેય ગુણ નહોતો. તે એક બ્લેકમેઇલર હતો. એનો મુખ્ય ધંધો જ લોકોને બ્લેકમેઇલ કરવાનો હતો. આવા આ દયાશંકરનો હાથ પોતાના ફલેટના દરવાજાના કી હોલમાં ચાવી ભરાવવાનો પ્રયાસ કરતો કરતો લપસી જતો હતો. એ નશામાં ચકચૂર હોવાને કારણે જ કદાચ કામ થતું હતું. ઘણા પ્રયાસો પછી એને સફળતા મળી. દરવાજો ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો. એણે દીવાલ પર હાથ ફંફોળીને સ્વીચ દબાવી. વળતી જ પળે રૂમમાં ટ્યુબલાઇટનો પ્રકાશ છવાઈ ગયો. દયાશંકરની આંખો તીવ્ર પ્રકાશને કારણે અંજાઈ ગઈ પરંતુ તે અટક્યો નહીં. એ લથડતા પગે આગળ વધ્યો. પરંતુ નશાના અતિરેકને કારણે તે એક