બદલો - ભાગ 4

(21)
  • 3k
  • 3
  • 1.9k

૪. રહસ્યમય માનવી મનોજ આંધીની જેમ પોતાના ફ્લેટમાં દાખલ થયો. એને જોઈને સંગીતા પલંગ પરથી નીચે ઉતરી. 'ચાલ સંગીતા..' મનોજ ખુશ ખુશાલ અવાજે બોલ્યો. 'ફટાફટ તૈયાર થઈ જા. પોલીસ એ નાલાયકોના બંગલામાં પહોંચી ગઈ છે. હું મારી સગી આંખે જોઈ ચૂક્યો છું. હવે એ શેતાનો કોઈ કિંમતે પોતાની જાતને કાયદાથી નહીં બચાવી શકે.' 'પણ જવું છે ક્યાં એ તો કહો..' સંગીતાએ મૂંઝવણ ભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. 'લે કર વાત.. તુંય બાકી કમાલ કરે છે! પ્લેન ઉપડવાને માત્ર એક જ કલાકની વાર છે અને તું પૂછે છે કે ક્યાં જવું છે? ટિકિટ લઈ જ લીધી છે તો મુંબઈ