બદલો - ભાગ 1

(39)
  • 9.6k
  • 6
  • 4.2k

કનુ ભગદેવ ૧. ભૂતકાળ ૧૯૮૧નું વર્ષ...! એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ મીલ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો. કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે