ચતુર લોકો ની વાર્તા

  • 2.4k
  • 776

1.ચતુર માજીએક ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાં. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:"હું તો ઘણી ઘરડી છું. ઘણી દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું