ઘરે બેઠા કમાણી કરવાની ઈચ્છા છે તો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ કે પેજ બનાવો : સોશિયલ મીડિયાથી આવક મેળવવા માટે પણ મહેનત અને ક્રિએટિવિટીની જરૂર પડશે સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com આજના સમયમાં સોશિયલ મીડિયા એક બીજા સામે સંપર્કમાં રહેવાની સાથે સાથે શિક્ષણ મેળવવાનું શ્રેષ્ઠ સાધન બન્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુઝર્સ હવે, સોશિયલ મીડિયાને જ કામાણીનું સાધન બનાવી રહ્યા છે. જેમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે. તમે પણ ઘરે બેસીને પૈસા કમાવવાનો રસ્તો વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે. ઘરે બેસીને ઓનલાઇન કમાણી કરવા માટે તમારામાં ક્રિએટિવિટી હોવી પણ જરૂરી છે. જેની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ