અગ્નિસંસ્કાર - 42

(11)
  • 2.4k
  • 2
  • 1.7k

વિજય ધીમા પગે આગળ વધ્યો તો જીપની આસપાસ કોઈ ન દેખાયું. " સર હું આરોહીને કોલ કરીને અહીંયા બોલાવી લવ છું.."સંજીવે કોલ કરવાની કોશિશ કરી પરંતુ જંગલમાં નેટવર્ક ન આવવાને લીધે કોલ ન ગયો. " શું થયું? " વિજયે પૂછ્યું." સર જંગલમાં નેટવર્ક નથી આવી રહ્યું..લાગે છે મારે આરોહી પાસે જઈને જ એને લાવી પડશે.." " મારી જીપ લઈને જા અને જલ્દી આવજો તમે?" " સર તમે નહિ આવો?" " ના અહીંયા હું બલરાજ પર ધ્યાન રાખું છું તું જા જલ્દી.." " ઓકે સર.." સંજીવ જીપ લઈને ત્યાંથી આરોહીની ટીમને લેવા નીકળી ગયો. વિજય વધુ સમય રાહ ન જોઈ શક્યો