અગ્નિસંસ્કાર - 41

  • 2k
  • 1.5k

પિસ્તોલમાં ગોળી ભરતા વિજયે પોતાની ટીમને કહ્યું. " અંશ પર ગોળી ચલાવી પડે તો હાથ જરા પણ ન ધ્રુજવો જોઈએ.." " યસ સર..." " તો ચાલો સાથે મળીને આ કેસને એન્ડ કરીએ...." બધા એ સાથે મળીને પિસ્તોલને રિલોડ કરી અને સાથે જીપમાં બેસી જંગલ તરફ બલરાજને શોધવા નીકળી ગયા. બલરાજ થોડા સમય પછી હોશમાં આવ્યો. હાથ પાછળની તરફ બંધાયેલા હતા. અને મોં પર પટ્ટી બાંધેલી હતી જેથી બલરાજ કઈક બોલી શક્યો નહિ. ત્યાર બાદ કેશવે થોડાક સમય માટે બલરાજના મોંમાંથી પટ્ટી નિકાળી અને ત્યાં જ બલરાજે કહ્યું. " કોણ છે તું?? ડરપોકની જેમ છૂપાઈને શું વાર કરે છે હિંમત હોય