૧૦ વેરની વસુલાત દસ વાગ્યા સુધી દિલાવર, ગજાનન અને ત્રિલોક બાર રૂમમાં બેસીને શરાબ પીતા રહ્યા. પછી ગજાનન અને ત્રિલોક ગેસ્ટ રૂમમાં ચાલ્યા ગયા. દિલાવરે વધુ પડતો શરાબ ઢીંચ્યો હોવાને કારણે એ ખૂબ જ નશામાં હતો. એ થોડીવાર ગેસ્ટ રૂમમાં બેઠો અને પછી લીફ્ટ મારફત સાતમા મળે આવીને પોતાના રૂમમાં પહોંચ્યો. બપોરે જ ત્રિલોકે એના રૂમમાં શરાબની કેટલીયે બોટલો મોકલી આપી હતી. દિલાવર એક ખુરશી પર બેસી ગયો. એ વખતે રાતના સાડા દસ વાગ્યા હતા. નશાના અતિરેકને કારણે એ ખૂબ જ થાકી ગયો હતો. પરંતુ તેમ છતાંય આંખો બંધ કરવાની એની હિંમત નહોતી ચાલતી. કારણકે આંખો બંધ કરતાં જ